NSUI ના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પીપીઇ કિટ પહેરી વિરોધ કર્યો
- એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પીપીઇ કિટ પહેરી વિરોધ કર્યો
સમાચાર આજના : રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવાયા છે. જેમાં રાત્રિ કર્ફ્યૂમાં ૨ કલાકનો વધારો, બીઆરટીએસ અને એએમટીએસ બસ સેવા બંધ, બાગ-બગીચા તેમજ લેક સહિતના અનેક વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા છે.
NSUI ના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પીપીઇ કિટ પહેરી વિરોધ કર્યોઅમદાવાદ આજથી બીઆરટીએસ અને એએમટીએસ બસ બંધ થતા અનેક લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ત્યારે એનએસયુઆઇના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.તમામ પીપીઇ કીટ પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેઓની માંગ છે કે, કોરોના સમયમાં પરીક્ષા રદ્દ થાય અથવા ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી માંગ કરી છે.અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારથી શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે,
જેને કારણે અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.
લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાતે નિર્ણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે.ચૂંટણીઓ અને મેચમાં હજારો લોકો ભેગા થયા ત્યારે કેમ નિર્ણય ન લેવામાં આવ્યો.
એએમટીએસ અને બીઆરટીએસ બસમાં બે સીટમાં એક સીટ પર એક વ્યક્તિ એમ ૫૦ ટકા સાથે બસો ચાલુ રાખવી જાઈએ એવી માગ કરી છે.
ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T-20 દર્શકો વિના રમાશે
2 ટિપ્પણીઓ
https://bigsmartrenovation.com/ Promotion Marketing All Business & Advertising
જવાબ આપોકાઢી નાખોgood Promotion Marketing All Business & Advertising
કાઢી નાખો